એક નવી ગઝલ મંજિલ જતા મરી જવું એ નોખી વાત છે, પણ માર્ગમાં અટકવું એ તો આપઘાત છે. જીવનના આસમાનમાં છો કાળી રાત છે, એક આત્મબળનો સૂર્ય હજુ પણ હયાત છે. જીવનની નોકરી પતે ત્યારે મળી જશે, પુણ્યોનું ફળ જો ના મળે સમજો કપાત છે. જ્યારે કશુંક પામવા ઇચ્છાઓ છટપટે, પહેલો સવાલ ખુદને કરો : લાયકાત છે? મારું જહાજ મોટું છે એ દેખશે બધા, એ નહિ જુએ કે સામે દરિયાય સાત છે. આશ્ચર્ય થાય છે કે મને પ્રેમ ના થયો! મારા જીવનમાં નહિ તો બીજી લાખ ઘાત છે. આ જન્મ બીજું કંઈ નથી સમજી ગયો 'વિકી', જે સ્વર્ગથી પડી હતી બસ એ જ લાત છે. https://youtube.com/c/JADEJAMAHENDRASINH0009